અફઘાનિસ્તાનમાં કેવી રીતે ચાલે છે નશાનો કારોબાર?

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં કેવી રીતે ચાલે છે નશાનો કારોબાર?

એક નવા રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે અફઘાનિસ્તાન ખૂબ જ ઘાતક અને વ્યસનયુક્ત તથા ગેરકાયદેસર દવા મેથામફેટામાઇનનું વિશાળ ઉત્પાદક બનવા જઈ રહ્યું છે.

આ દવાને ક્રિસ્ટલ મેથ પણ કહેવાય છે. વિશ્વમાં જે હેરોઇન ઉપ્લબ્ધ થાય છે, અફઘાનિસ્તાન તેનો પહેલેથી જ સ્રોત છે, પરંતુ યુરોપિયન યુનિયનની દવા પર નજર રાખતી સંસ્થા તરફથી થયેલા સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે મેથનું ઉત્પાદન શરૂઆતમાં સૌથી મોટો ઉદ્યોગ સાબિત થઈ શકે છે.

હાલના મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય દરોડોમાં પહેલેથી જ છે અફઘાનિસ્તાનનું સેંકડો મિલિયન ડૉલરનું ડ્રગ્સ ઝડપાયું છે. જોઈએ બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાણીનો અફઘાનિસ્તાથી અહેવાલ. ડ્રગ્સનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક નિવડી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો