શું કોરોના વાઇરસ હવે ગુજરાતમાં વધારે ઝડપથી ફેલાશે?

વીડિયો કૅપ્શન, શું કોરોના વાઇરસ હવે ગુજરાતમાં વધારે ઝડપથી ફેલાશે?

લૉકડાઉન 4.0 શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાત સરકારે નવેસરથી મળનારી છૂટછાટની જાહેરાત પણ કરી દીધી છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિટી બસ અને આંતરજિલ્લા એસટી બસ ચલાવવાથી લઈને પાનના ગલ્લા, બજાર અને કૉમ્પલેક્સમાં દુકાનો, હૅર-સલૂનો અને ચાની કીટલી ખોલવાની જાહેરાત કરી દીધી છે.

જોકે, આરોગ્યનિષ્ણાતોનું માનવું છે કે લૉકડાઉનનો હેતુ કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવાનો છે ત્યારે છૂટછાટ આપવાથી કોરોનાના સંક્રમણ સામેની લડત નબળી પડી શકે છે.

આ વીડિયોમાં અમે આ જ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું કે શું ગુજરાતમાં લૉકડાઉનમાં રાહતો આપવાના સરકારના નિર્ણયથી ગુજરાતમાં કોરોનાના પરિસ્થિતિ બેકાબૂ બની જશે?

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લૉકડાઉન 4.0માં કેન્દ્રીય નિર્દેશોમાં કોઈ ઢીલ રાજ્ય સરકારો નહીં આપી શકે, જો રાજ્ય સરકારો ઇચ્છે તો લૉકડાઉનમાં વધારે કડકાઈ કરી શકે છે.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો