પ્લેન ક્રૅશ : દુનિયાની સૌથી ખતરનાક પાંચ હવાઈ દુર્ઘટના
4 ફેબ્રુઆરી, 2015ના રોજ ટ્રાન્સએશિયા ઍરવેઝનું વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. આ વિમાન પુલ સાથે અથડાઈને તાઈવાનની કિલુંગ નદીમાં પડ્યું હતું.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 58 યાત્રીઓ પૈકી 35નો જીવ ગયો હતો.
19 ફેબ્રુઆરી, 2019ના રોજ ઍરો ઇન્ડિયા ઍર શોની રિહર્સલ દરમિયાન વાયુસેનાના બે વિમાનો અથડાતાં એક પાઇલટનું મૃત્યુ નીપજ્યું હતું. આ સિવાય આ દુર્ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
5 મે, 2019ના રોજ મોસ્કૉના શેરમેત્યેવો ઍરપૉર્ટ પર ઇમરજન્સી લૅન્ડિંગ દરમિયાન એક પેસેન્જરપ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં વિમાનમાં સવાર 78 લોકો પૈકી 41નાં મૃત્યુ થયાં હતાં.
18 ફેબ્રુઆરી, 2016ના રોજ અમેરિકાના પર્લ હાર્બર ખાતે એક હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં 16 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો હતો. જ્યારે હેલિકૉપ્ટર પર સવાર અન્ય લોકો બચી ગયા હતા.
8 જાન્યુઆરી, 2020ના રોજ ઈરાને યુક્રેનના એક પેસેન્જરપ્લેનને મિસાઇલ વડે તોડી પડાતાં વિમાનમાં સવાર તમામ 176 મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં.
નોંધનીય છે કે પહેલાં ઈરાને વિમાન પર દુર્ઘટનાગ્રસ્ત થયો હોવાનો દાવો કર્યો હતો અને ઘટનાના અમુક દિવસ બાદ સત્ય બહાર આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો