કોરોના વાઇરસ : આફ્રિકામાં કેસમાં અચાનક ઉછાળો કેમ નોંધાયો?
આફ્રિકામાં કોવિડ-19 મહામારીનો ફેલાવો તેની ધારણા હતી તેટલી ઝડપે નથી ફેલાયો, પણ નિષ્ણાતો ચેતવે છે કે જો દેશો તેને હળવાશથી લેશે તો તે નિયંત્રણ બહાર થશે.
આફ્રિકામાં અત્યાર સુધીમાં 93,000 કરતાં વધારે કેસ નોંધાયા છે.
પણ UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસ જણાવે છે કે રોગચાળો આ ખંડમાં તેના શરૂઆતી તબક્કામાં છે અને તેની સામે વૈશ્વિક પ્રતિભાવની હાકલ કરતાં આફ્રિકાને વધારાની 200 અબજ ડૉલરની સહાય મળી છે.
ઘણા આફ્રિકન દેશોની જેમ યુદ્ધગ્રસ્ત સોમાલિયાએ ઝડપી કાર્યવાહી કરી, પરંતુ તે મહામારીના માપદંડથી દૂર છે.
પણ એક નવી ફ્રન્ટલાઇન પર સૈનિકો મોટું બલિદાન આપી રહ્યા છે.
બીબીસી આફ્રિકાના વરિષ્ઠ સંવાદદાતા એન્ને સોયનો અહેવાલ...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો