કોરોના ટ્રિપ : 13 વર્ષની છોકરી પોતે 1200 કિલોમિટર સાઇકલ ચલાવી પિતા ઘરે લઈ ગઈ

વીડિયો કૅપ્શન, કોરોના ટ્રિપ : 13 વર્ષની છોકરી પોતે 1200 કિલોમિટર સાઇકલ ચલાવી પિતા ઘરે લઈ ગઈ

કોરોના લૉકડાઉનનો સૌથી મોટો ભોગ પરપ્રાંતીય મજૂરો બન્યા છે.

પરિવહન સેવાઓ બંધ થયા પછી અનેક મજૂરોએ જે મળ્યું તે વાહન લઈને ઘરે જવાની કોશિશ કરી. દેશના અનેક ભાગમાં મજૂરો અનેક અકસ્માતનો પણ ભોગ બન્યાં છે.

જેઓ વાહન પણ ન મેળવી શક્યાં તેમણે હજારો કિલોમિટરનો પ્રવાસ પગપાળા પણ કર્યો ત્યારે એક છોકરી એના પિતાને સાઇકલ પર બેસાડી દરબંગા પહોંચી છે.

ગુરૂગ્રામથી દરભંગાનો આ 1300 કિલોમિટરની સફર ખેડનાર જ્યોતિની ઉંમર 13 વર્ષ છે. જ્યોતિના પિતાને બીમારી છે અને તેમનું વજન પણ વધારે છે.

જ્યોતિએ કોરોના મહામારીમાં 13 વર્ષની ઉંમરે જે 1200 કિલોમિટરની સફર કરી છે તે ચોંકાવી દેનારી છે. જુઓ જ્યોતિની કહાણી આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો