અંફન: ઓડિશા અને પશ્ચિમ બંગાળ સિવાય ક્યાં તેની અસર થશે?

વીડિયો કૅપ્શન, અંફન: ઓડિશા અને પશ્ચિમ બંગાળ સિવાય ક્યાં તેની અસર થશે?

બંગાળની ખાડીમાં પેદા થયેલું વાવાઝોડું અંફન સોમવારે બપોરે સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે.

ઑક્ટોબર 1999 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીમાં કોઈ સુપર સાયક્લોન બન્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું જમીન ઉપર ત્રાટકે ત્યારે તેની ગતિ 220-240 કિલોમિટર પ્રતિ કલાકની હોય શકે છે.

ઉલ્લેખનીય છે કે 220 કિલોમિટર પ્રતિકલાક કે તેથી વધુની ઝડપ હોય તેવા વાવાઝોડાને 'સુપર સાયક્લોન 'નો દરજ્જો આપવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો