કોરોના વાઇરસ : બરાક ઓબામાએ ટ્રમ્પ સરકારને ઢોંગી કેમ ગણાવી?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : બરાક ઓબામાએ ટ્રમ્પ સરકારને ઢોંગી કેમ ગણાવી?

કોરોનાની મહામારીથી દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ અત્યારે અમેરિકા છે. અમેરિકામાં 19 મે સુધી 15 લાખ કરતા વધારે લોકો સંક્રમિત થયા છે અને 90 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

પ્રમુખપદની ચૂંટણી આવવાની છે ત્યારે કોરોના વાઇરસની મહામારીને રોકવામાં નિષ્ફળતાને લઈ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા થઈ રહી છે.

ટ્રમ્પના વડપણ હેઠળ કોરોના સામે કામગીરી કરી રહેલા અમેરિકન વહીવટીતંત્રના ટીકાકારોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ પણ જોડાઈ ગયું છે.

હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કોરોનાની મહામારી સામે બાથ ભીડવા માટે ટ્રમ્પ પ્રશાસનને લીધેલાં પગલાંની સખત ટીકા કરી છે.

ઓબામાએ ટ્રમ્પ પ્રશાસનના ઘણા અધિકારીઓ પર ઢોંગ કરવાને બહાને જવાબદારી ન ઉઠાવી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે.

બરાક ઓબામાએ કોરોના અને અમેરિકન સરકારની કામગીરીને લઈને કઈ ખાસ વાત કરી એ જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો