કોરોના વાઇરસ શું મચ્છર કરડવાથી પણ લાગી શકે છે?
ચીનથી શરૂ થયેલી કોરના વાઇરસની મહામારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે.
12 એપ્રિલ સુધી દુનિયાના 185 દેશોમાં તેનું સંક્રમણ ફેલાયું છે. દુનિયામાં 17 લાખથી વધારે લોકોને તેનું સંક્રમણ લાગ્યું છે તો એક લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
આવા સમયે કોરોના વાઇરસને લઈને અનેક માન્યતાઓ પણ ફેલાઈ રહી છે. અનેક ખોટી માહિતી પણ ફેલાવવામાં આવી રહી છે. જેમ કે, લીંબુ પાણીથી કોરોના નથી લાગતો.
આવી જ અન્ય ખોટી માન્યતા છે કે રક્તદાન કરનારનો ટેસ્ટ મફત કરવામાં આવે છે.
આવી જ એક માન્યતા એવી છે કે મચ્છરના કરડવાથી પણ કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય છે.
જોકે, આ તમામ માન્યતાઓ સત્યથી વેગળી છે. વીડિયોમાં જુઓ કોરોના વાઇરસ વિશે સોશિયલ મીડિયામાં શું શું ચાલી રહ્યં છે અને તેની હકીકત શું છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો