કોરોના વાઇરસ : ગુજરાત સરકારે કયા-કયા પ્રતિબંધો લાગુ કર્યા છે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસને લઈને ગુજરાત સરકારે કયા-કયા પ્રતિબંધો લાગુ કર્યા છે?

કોરોના વાઇરસને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યુની અપીલ કરી છે. અનેક રાજ્યોએ પ્રવાસ પ્રતિબંધો લાગુ કર્યા છે. મુંબઈ, પુણે, નાગપુર જેવા શહેરોમાં લૉકડાઉનની સ્થિતિ છે.

ગુજરાત સરકારે શાળા-કૉલેજો,સિનેમાઘરો વગેરે બંધ કરવા ઉપરાંત સફાઈ અને કાળાબજાર ઉપર પણ પગલાં લીધા છે.

આ ઉપરાંત સરકારે રેસ્ટોરાંઓને પણ બે ટેબલો વચ્ચે ઓછામાં ઓછુ એક મિટર દૂર અંતર રાખવાનો આદેશ આપ્યો છે.

હૅન્ડ સેનિટાઇઝર અને દવાઓમાં વેપારીઓ કાળા બજાર કરીને લોકોને લૂંટે નહીં તે માટે 25 ટીમો દ્વારા 355 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું અને 73 દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દુકાનમાલિકોને નોટિસ આપવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો