25થી વધુ ચૅમ્પિયનશિપ જીતનારાં મહિલાની કહાણી

સફળતાને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી એવા પ્રકાશી તોમરે આ વાત સાબિત કરી બતાવી છે.

પ્રકાશી તોમર વિશ્વનાં સૌથી મોટી ઉંમરના નિશાનેબાજોમાંથી એક છે.

તેમના જીવન પર હાલમાં જ બોલીવૂડ ફિલ્મ પણ બની છે.

વર્ષ 2000માં કારકિર્દીની શરૂઆત કરનારાં પ્રકાશી તોમરે 25થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ચૅમ્પિયનશિપ જીતી છે.

બી.બી.સી. ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર કાર્યક્રમ દરમિયાન બી.બી.સી. સંવાદદાતા સૂર્યાંશી પાંડેએ તેમની સાથે વાતચીત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો