ગુજરાતનું ગૌરવ 'પાટણનાં પટોળાં' શું લુપ્ત થઈ જશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતનું ગૌરવ 'પાટણનાં પટોળાં' શું લુપ્ત થઈ જશે?

છેલાજી રે તમે પાટણથી પટોળાં... આ ફિલ્મનું ગીત લગભગ દરેક ગુજરાતીએ સાંભળ્યું જ હશે. પણ ભવિષ્યમાં કદાચ એમ પણ બને કે છેલાજીને એ પટોળાં લાવવા હોય પણ એ મળે નહીં.

ગુજરાતના સુવર્ણયુગ ગણાતા સોલંકીકાળમાં રાજા કુમારપાળ સોલંકી દ્વારા પટોળાંની કળાને આગળ વધારવા માટે 700 કુટુંબોને પાટણ લાવીને વસાવવામાં આવ્યા હતા.

ત્યારથી આજ સુધી પાટણનાં પટોળાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પોતાની આગવી બનાવટ માટે વખણાય છે.

પરંતુ હવે આ કળાના જાણકાર થોડાં જ લોકો બચ્યા હોવાથી પાટણની આ ઐતિહાસિક કળા લુપ્ત થવા તરફ જઈ રહી છે.

જુઓ, ગુજરાતના લુપ્ત થતા વારસાની વાત કરતી બીબીસી ગુજરાતીની ખાસ વીડિયોશ્રેણીની પ્રથમ રજૂઆત.

વીડિયો: કિંતુ ગઢવી, ઍડિટ: રોઆના રહેમાન/પ્રીત ગરાલા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો