અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિપ્રક્રિયાની શરૂઆત કઈ રીતે થઈ?

વીડિયો કૅપ્શન, અમેરિકા અને તાલિબાન વચ્ચેની શાંતિ પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે થઈ?

અમેરિકા અને તાલિબાન વચ્ચેની શાંતિપ્રક્રિયાની શરૂઆત અફઘાનિસ્તાન અને દુનિયા માટે બહુ મોટી ઘટના માનવામાં આવે છે.

વર્ષ 2001માં અલ-કાયદાએ હુમલો કરીને અમેરિકાના ટ્વીન ટાવરને તોડી પાડ્યા અને તેના પરિણામ સ્વરૂપે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને તાલિબાનને તગેડી દીધું.

જોકે, વર્ષ 2004માં તાલિબાને ફરી માથુ ઊચક્યું. તેમણે નવી સરકાર અને વિદેશી સેના પર હુમલા શરૂ કર્યા અને ત્યારથી અફઘાનિસ્તાનનો સંઘર્ષ ચાલી રહ્યો છે.

જોકે, હવે આ સંઘર્ષનો અંત આવે એવા અણસાર વર્તાઈ રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો