એ યુવતીઓની કહાણી જે ISની યાતનામાંથી બહાર આવી

ઇરાકનો યઝીદી સમુદાય ચરમપંથી સંગઠન આઈએસના નિશાના પર રહે છે.

આ એક નાનકડો સમુદાય છે અને આઈએસના ચરમપંથીઓ આ સમુદાયના સંખ્યાબંધ લોકોને બંધક બનાવવાના સમાચાર કેટલીક વાર બહાર આવ્યા છે.

યઝીદી સમુદાયની યુવતીઓને ચરમપંથીઓ અપહરણ કરીને યાતના આપવાની પણ કેટલીક કહાણીઓ સામે આવી છે.

ત્યારે આઈએસથી છૂટીને આવેલી યુવતીઓ સંગીતનો સહારો લઈને નવી શરુઆત કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો