આ બજેટમાં ખેડૂતો માટે કઈ-કઈ યોજનાઓ જાહેર કરાઈ?
ખેડૂતો માટે સરકારે બજેટમાં 16 સૂત્રી યોજનાની જાહેરાત કરી છે. તેમાં 2.83 લાખ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત પણ કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કર્યું, જેમાં કૃષિ અને સિંચાઈ માટેની 1.2 લાખ કરોડની ફાળવણી શામેલ કરાઈ છે.
100 જિલ્લામાં પાણીની વ્યવસ્થામાં મોટી યોજના લાગૂ કરાઈ છે.
બજેટમાં જણાવાયું છે કે 20 લાખ ખેડૂતોના પંપને સોલર પંપ સાથે જોડાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.
