JNUને લઈને પાકિસ્તાનમાં વિરોધપ્રદર્શનો શા માટે થઈ રહ્યા છે?
નવી દિલ્હીની જેએનયુ અને બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાને લઈને પાકિસ્તાનમાં પણ વિરોધપ્રદર્શન થયું છે.
પાકિસ્તાનમાં કેટલાંક લોકોનું કહેવું છે કે ઝિયા ઉલ હકના સમયમાં પાકિસ્તાનની અંદર જે રીતનું દમન થયું હતું તેવું હવે ભારતમાં જોવા મળી રહ્યું છે.
પાકિસ્તાનમાં લાહોરમાં વિરોધપ્રદર્શનમાં લોકોએ નારેબાજી કરી અને વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા વર્તનની ટીકા કરી હતી.
એક પ્રદર્શનકારીએ કહ્યું કે દક્ષિણ પૂર્વ એશિયામાં ભારત જ એવો દેશ છે જ્યાં વિદ્યાર્થીઓ કાશ્મીરથી લઈને દલિતોના સવાલો પર ખુલીને વિરોધ દર્શાવી શકે છે. અમે નથી ઇચ્છતા કે ત્યાં એવું થાય જે પાકિસ્તાનમાં થયું હતું.
પાકિસ્તાનના વિદ્યાર્થીઓ અને લોકોએ ભારત વિશે અને વિદ્યાર્થીઓ વિશે શું કહ્યું? જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો