'ભલે મારે પગ નથી પણ પગભર છું,' અમદાવાદનાં મહિલાની પ્રેરક કહાણી

વીડિયો કૅપ્શન, ભલે મારે પગ નથી પણ પગભર છું, અમદાવાદની મહિલાની પ્રેરક કહાણી

મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણાના આ વિકલાંગ મહિલા છેલ્લાં 8 વર્ષથી અમદાવાદમાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

અંકિતા શાહ રિક્ષા ચલાવીને આર્થિક રીતે પગભર બની રહ્યાં છે.

તેઓ કહે છે કે અમુક દિવ્યાંગોને બંને પગ નથી હોતા છતાં ઑલિમ્પિકમાં જીતીને આવી છે, હું તો ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવું હતું.

અંકિતા અગાઉ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતાં હતા પણ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યાં હતાં.

બાદમાં તેઓએ ઘણી જગ્યાએ નોકરી માટે પ્રયાસ કર્યા પણ વિકલાંગતાને લીધે નોકરી ન મળી.

અને હવે તેઓ ગર્વભેર અમદાવાદમાં રિક્ષા ચલાવી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો