You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2019 : એ પ્રદર્શનો જેણે અનેક દેશોમાં સત્તાને હચમચાવી નાખી
વર્ષ 2019 ઘણાં વિરોધપ્રદર્શનોનો સાક્ષી રહ્યો, વિશ્વભરમાં અનેક સ્થળોએ દેખાવ થયા અને અલગ-અલગ દેશોમાં ફેલાયા. આ તમામ પ્રદર્શનોમાં મોટા ભાગે યુવાનો ઉત્સાહ સાથે જોડાયા હતા.
આ પ્રદર્શનોમાં દેખાવકારોને ડિજિટલ માધ્યમો અને અવનવી તકનીકોનો સહારો લઈને પોતાનો સંદેશ આખા વિશ્વમાં પહોંચાડવામાં સફળતા મળી.
આટલું જ નહીં આ આંદોલનોમાં આંદોલનકારીઓએ એકબીજા પાસેથી ઘણી શીખ પણ મેળવી.
ડિજિટલ માધ્યમથી યુવાનોએ વિરોધની નવી રીતો, સૂત્રો અને ગીતોની આપલે કરી.
હૉંગકૉંગના દેખાવકારોએ ચીલીના પ્રદર્શનો પરથી શીખ લઈ ટિયરગેસ સેલને નિષ્ક્રિય કરતા શીખ્યા.
આવી જ રીતે સુદાનના પ્રદર્શનકારીઓએ લેબેનોનના લોકોને ટિયરગેસથી બચવાની ટિપ્સ આપી.
તેમજ હૉંગકૉંગના દેખાવકારોએ ચીલીને પોલીસને રોકવા માટે રસ્તા બ્લૉક કરતા શીખવ્યું.
ચિલીમાં મહિલાઓનું પ્રદર્શન ખૂબ વાઇરલ થયું.
ઇરાક અને લેબેનોનના દેખાવોમાં મહિલાઓ કેન્દ્રમાં રહી.
ક્રાંતિ ભલે મહિલાઓ કેન્દ્રીત રહી પણ ડિજિટલ પરિબળ તેનું મૂળ રહ્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો