કાશ્મીરમાં કેવી સ્થિતિમાં કામ કરે છે CRPFના જવાન?
ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા-વ્યવસ્થા હળવી બનાવવાનો નિર્ણય લીધો
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દેવાના લગભગ પાંચ માસ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ખીણમાં તહેનાત સુરક્ષાબળોની સંખ્યા હળવી બનાવવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણયના પરિણામસ્વરૂપે જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી રહેલી અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓ પરત બોલાવી લેવાઈ છે, જેમાં સીઆરપીએફની 24 ટુકડીઓ પણ સામેલ છે.
ખીણમાં બનતા કોઈ પણ હિંસાત્મક બનાવ કે પથ્થરમારા સમયે પણ આ સીઆરપીએફ જવાનો સ્થાનિક પોલીસ સાથે ખડે પગે રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઑગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો ખડકી દીધા હતા.
ત્યારથી લઈને આજ સુધી આ સુરક્ષાદળના જવાનો ખીણમાં સુરક્ષા-વ્યવસ્થા જાળવવા માટે અથાગ પ્રયત્નો કરતા હતા.
જમ્મુ-કાશ્મીરની કપરી પરિસ્થિતિ અંગે માહિતી આપતાં શ્રીગરમાં તહેનાત સીઆરપીએફ જવાન જી. ડી. શંકરલાલ જણાવે છે: "જ્યારે ખીણમાં માહિતી-સંચાર બંધ કરી દેવાયો હતો, ત્યારે તેની અસર માત્ર સામાન્ય નાગરિકો પર જ નહીં, પરંતુ અહીં રહેલા સુરક્ષાદળના જવાનો પર પણ સમાનપણે પડી હતી."
અન્ય એક સૈનિક અંજુલતા યાદવે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે કાશ્મીરમાં ફરજ દરમિયાન તેમને ભાગ્યે જ ભોજન લેવાનો સમય મળતો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો