બ્રેક્ઝિટથી અભ્યાસ માટે બ્રિટન જવા માગતા ગુજરાતી વિદ્યાર્થીઓને શું અસર થશે?

બ્રેક્ઝિટની અસમંજસ વચ્ચે પણ છેલ્લાં કેટલાક સમયથી ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન જતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી છે.

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બ્રેક્ઝિટ અંગેના નિર્ધારના કારણે બૉરિસ જૉન્સનને તોતિંગ બહુમતી હાંસલ થઈ હોવા છતાં હજુ આ મામલે ઘણી અસ્પષ્ટતા પ્રવર્તી રહી છે.

આ અસ્પષ્ટતાની અસર વિદ્યાર્થીઓ પર સૌથી વધુ પ્રમાણમાં પડી શકે છે.

બ્રેક્ઝિટના કારણે સર્જાયેલાં પરિવર્તનોની અસર આગામી વર્ષોમાં માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં, પરંતુ ફૅકલ્ટી મેમ્બર, સ્ટાફ અને સંશોધનો પર પણ તેની અસર પડશે.

બ્રેક્ઝિટના કારણે બ્રિટનમાં કુશળ મજૂર અને કુશળ કર્મચારીઓમાં એક પ્રકારનો તફાવત રહેશે.

આ ફેરફારના કારણે ભારત ઘણી સારી સ્થિતિમાં હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો