નાગરિકતા બિલ સંસદમાં પાસ થતાં જ પરિવારને ‘નાગરિકતા’ મળી
નાગરિકતા સંશોધન બિલ સંસદનાં બન્ને ગૃહોમાં પાસ થઈ ચૂક્યુ છે.
પાકિસ્તાનથી આવેલા એક હિંદુ પરિવારને આ બિલ રાજ્યસભામાં પાસ થાય તે પહેલાં જ તેમની નાગરિકતા મળી ગઈ.
અને તે આખા પરિવાર માટે ખુશીઓ લઈને આવી છે.
જે દિવસે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું એ જ દિવસે આ બાળકીનો જન્મ થયો.
એટલે પરિવારે આ બાળકીનું નામ જ નાગરિકતા રાખી દીધું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો