મ્યાનમાર: રોહિંગ્યા મુસ્લિમ સંકટ : ICJમાં આંગ સાન સૂ સામે ગંભીર આક્ષેપ

વીડિયો કૅપ્શન, રોહિંગ્યા મુસ્લિમો અંગે ગંભીર આક્ષેપોનો સામનો કરી રહ્યાં છે આંગ સાન સૂ ચી

મ્યાનમારના નેતા આંગ સાન સુ ચી રોહિંગ્યા નરસંહારના આક્ષેપો સામે પોતાના દેશનો બચાવ કરવા નેધરલૅન્ડના હેગ ખાતે પહોંચ્યાં છે.

હેગની ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ત્રણ દિવસ આ અંગેના કેસની સુનાવણી થશે.

અગાઉ આંગ સાન સૂ કી તેમને આંતરરાષ્ટ્રીય તપાસનો કોઈ ભય નથી એવું કહી ચૂક્યાં છે.

2017માં મ્યાનમાર આર્મીના કથિત દમનને પગલે સેંકડો રોહિંગ્યા મુસ્લિમોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કે લાખો રોહિંગ્યા તેમનાં ઘર છોડીને ભાગવા મજબૂર બન્યાં.

અનેક લોકો આને પગલે વિસ્થાપિત બન્યા છે, ત્યારે જુઓ બાંગ્લાદેશના કોક્સ બજાર ખાતે આવેલા રૅફ્યૂજી કૅમ્પથી ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો