ચીનમાં મુસ્લિમોના બ્રેઇનવૉશના વધુ પુરાવા મળ્યા : BBC Exclusive
ચીન સરકારનો એક ગુપ્ત દસ્તાવેજ બહાર આવ્યો છે, જેમાં તે કઈ રીતે અટકાયત કેન્દ્રોમાં વીગર મુસ્લિમોનું બ્રેઇનવોશ કરે છે તેનો ખુલાસો થયો છે.
જોકે, ચીન એવો દાવો કરતું રહ્યું છે કે શિનઝિયાંગ પ્રાંતમાં આવેલાં તેનાં આ કેન્દ્રો વાસ્તવમાં 'પ્રશિક્ષિણકેન્દ્રો' છે.
પરંતુ ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ દ્વારા કેટલાક દસ્તાવેજ લીક કરવામાં આવ્યા છે, જે બીબીસીએ જોયા છે.
તે દર્શાવે છે કે આ કેન્દ્રોમાં કઈ રીતે વીગર મુસ્લિમોને ગોંધી રાખવામાં આવે છે, કઈ રીતે તેમનું બ્રેઇનવોશ કરવામાં આવે છે અને કઈ રીતે સજા કરવામાં આવે છે.
જોકે, બ્રિટનમાં ચીનના રાજદૂતે આ અહેવાલને નકારી કાઢ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

