હાર્ટઍટેકનું પ્રમાણ ભારતીય મહિલાઓમાં કેમ વધી રહ્યું છે?
ભારતમાં મહિલાઓમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે.
મહિલાઓ અને પુરુષોમાં હૃદયરોગનાં લક્ષણો અલગ-અલગ હોય છે.
મહિલાઓ સામાન્ય રીતે આ તકલીફને અવગણતી હોય છે, તેનાં લક્ષણો વિશે જાગૃત નથી.
તેથી તેમની સારવારમાં વિલંબ થાય છે. તેથી પુરુષોની સરખામણીમાં મહિલાઓને યોગ્ય સારવાર મળતી નથી.
હૃદયરોગ નિષ્ણાત ડૉ. વનિતા અરોરાના જણાવ્યા અનુસાર મહિલાઓમાં માનસિક તણાવ, ધૂમ્રપાન તેમજ ગર્ભનિરોધક દવાઓ લેવાના કારણે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે.
છેલ્લાં વીસ વર્ષમાં મહિલાઓમાં હુમલાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો