ઇથિયોપિયાનું એ 900 વર્ષ કરતાં પણ જૂનું ગામ હવે કેમ ઉજ્જડ થઈ રહ્યું છે?

વીડિયો કૅપ્શન, એ 900 વર્ષ કરતાં પણ જૂનું ગામ હવે કેમ ઉજ્જડ થઈ રહ્યું છે?

ઇથિયોપિયાના અમહારા વિસ્તારમાં પર્વતો પર આવેલું શૉંક ગામ 900 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. 20 પેઢી કરતાં વધુ પેઢીઓ અહીં રહી ચૂકી છે.

આર્ગોબા શબ્દનો અર્થ છે કે આરબ અહીં આવ્યા હતા. જયારે મહંમદ પયગંબરે ઇસ્લામની શરૂઆત કરી ત્યારે મતભેદ બહુ હતા.

તેથી તેમણે જે લોકો જોખમમાં હતા તેમને અહીં ઇથિયોપિયા મોકલી દીધા. જેમ આજે શહેરમાં સુવિધા હોય છે તેમ બંને દરવાજે સુરક્ષાકર્મીઓ તૈનાત રહેતા

શૉંકની મસ્જિદ ઇસ્લામિક અભ્યાસ માટે પ્રખ્યાત છે. અહીં પ્રાચીન રીતે ઇસ્લામનો અભ્યાસ કરાવવામાં આવે છે.

છેલ્લા કેટલાક સમયમાં ગામની અડધા ઉપરની વસ્તીએ સ્થળાંતર કરી લીધું છે.

એક સમય હતો જયારે અહીં 500 જેટલા પરિવાર રહેતા હતા. આજે અંદાજે 250 જેટલા પરિવાર રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો