બીબીસી ઇન્વેસ્ટિગેશન : ઇરાકમાં 'નિકાહ મુતા'ની અંધારી દુનિયા, કેટલાક મૌલવીઓ કરે છે છોકરીઓની દલાલી
ઇરાકમાં બીબીસી દ્વારા હાથ ધરાયેલી એક ગુપ્ત તપાસમાં કેટલાક શિયા મુસ્લિમ મૌલવીઓ દ્વારા યુવા મહિલાઓ અને બાળકોના જાતીય શોષણના પુરાવાઓ સામે આવ્યા છે.
બીબીસી ન્યૂઝ અરેબિકે જાણ્યું કે કરબલા અને બગદાદમાં અમુક મૌલવીઓ કઈ રીતે નાની બાળકીઓને – કથિત “પ્લેઝર મૅરેજ” માટે તૈયાર કરીને તેમનું શોષણ કરે છે.
આ પ્રથા ઇરાકી કાનૂન હેઠળ અમાન્ય છે, પણ અમુક લોકો તેને શરિયા હેઠળ માન્ય ગણાવીને અસ્થાયી લગ્ન કરાવે છે, જે ઘણીવાર માત્ર 1 કલાક માટે પણ હોય છે.
આ મૌલવીઓ બાળકીઓને વેચતા અને બાળકીઓ સાથે જાતીય સંબંધોને લગતી સલાહ આપતા કૅમેરામાં કેદ થયા.
જુઓ બીબીસી ઇન્વેસ્ટિગેશન અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો