ઇલ્તિજા મુફ્તી : પહેલી વખત લાગ્યું કે હું મુસલમાન છું

વીડિયો કૅપ્શન, 'મને પહેલી વખત લાગ્યું કે હું મુસલમાન છું'

કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીનાં પુત્રી ઇલ્તિજાના કહેવાં પ્રમાણે, કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણના અનુચ્છેદ 370ની જોગવાઈઓને નાબૂદ કરી નાખતા કાશ્મીરીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે.

ઇલ્તિજાના કહેવાં પ્રમાણે, 'જ્યારે રાજ્યમાંથી નિષેધાત્મક આદેશો દૂર થશે ત્યારે લોકોનો આક્રોશ જોવા મળશે, આ આ આંદોલન જનતા જ લડશે અને તેમને મહેબૂબા મુફ્તી કે ઓમર અબ્દુલ્લાહની જરૂર નહીં હોય.'

ઇલ્તિજાએ કેન્દ્રની મોદી સરકાર ઉપર દેશભરમાં હિંદુત્વનો ઍજન્ડા લાગુ કરવા માગે છે.

બીબીસી સંવાદદાતા શકીલ અખ્તર સાથેની વાતચીતમાં તેમણે દેશની સાંપ્રત સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો