મળો, બે પગ વગરના ફાસ્ટ બૉલરને, જે લોકોને પ્રેરણા આપી રહ્યો છે
ઝુલ્ફીકાર અલીને નાનપણથી બે પગ નથી, છતાં તેઓ અસરકારક રીતે ફાસ્ટ બૉલિંગ કરી શકે છે.
તેઓ પાકિસ્તાનના એબટાબાદની ટીમના કૅપ્ટન છે અને સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ પણ જીત્યા છે.
જ્યારે તેઓ ક્રિકેટ નથી રમતા હોતા ત્યારે તેઓ દુકાન સંભાળે છે અને આજીવિકા રળે છે.
ઝુલ્ફીકાર પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો