નવરાત્રિનાં નવરત્ન : દિવાળીબહેન ભીલ ગુજરાતનાં ઘરે-ઘરે કેવી રીતે પહોંચ્યાં?

વીડિયો કૅપ્શન, દિવાળીબહેન ભીલ ગુજરાતનાં ઘરે-ઘરે કેવી રીતે પહોંચ્યાં?

ગુજરાતના લોકસંગીત અને ડાયરાની દુનિયામાં જ્યારે પુરુષોનું પ્રભુત્વ હતું તે વખતે દિવાળીબહેન ભીલ 'ગુજરાતનાં કોયલ' તરીકે જાણીતાં થયાં.

તેમણે અનેક ભજનો અને લોકગીતોને સ્વર આપ્યો હતો. તેમજ ગુજરાતી ફિલ્મો માટે પણ ઘણાં ગીતો ગાયાં છે.

જૂનાગઢમાં જન્મેલાં દિવાળી બહેનનો અવાજ 'આકાશવાણી'ના માધ્યમથી ગુજરાતના ઘેર-ઘેર પહોંચ્યો હતો.

આ કામ કરવાનો શ્રેય હેમુ ગઢવીને જાય છે.

દિવાળીબહેનના લોકસંગીત ક્ષેત્રે પ્રદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ગુજરાતી ગાયક આદિત્ય ગઢવી પાસેથી જાણો દિવાળીબહેન ભીલની વાતો અને તેમના ગીત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો