નવરાત્રીનાં નવરત્ન : મણિરાજ બારોટે કેવી રીતે કચ્છી મણિયારાને વિશ્વફલક પર ગૂંજતો કર્યો?

વીડિયો કૅપ્શન, મણિરાજ બારોટ : કચ્છી મણિયારાને વિશ્વફલક પર ગૂંજતો કરનાર ગાયક

ગુજરાતના ગાયક મણિરાજ બારોટનું નામ યાદ કરવામાં આવે છે.

સ્ટેજ પર હાથમાં લાકડી, ભરત ભરેલી કોટી અને ગીત ગાતાં-ગાતાં નાચવું તેમની આગવી ઓળખ બની રહ્યા.

આ સિવાય એ મણિરાજ બારોટ જ હતા જેમણે કચ્છી મણિયારાને ઉત્તર ગુજરાતી સંગીતની ઢબમાં ઢાળ્યું અને તેને ઉત્તર ગુજરાતના મણિયારાનું રૂપ આપ્યું.

હાલમાં ગુજરાતભરમાં જે 'સનેડો, સનેડો...' પ્રખ્યાત છે તેનું મૂળ ઉત્તર ગુજરાત રહેલું છે.

અહીંના તૂરી બારોટ સમાજના લોકો ભવાઈ સ્વરૂપે 'સનેડો...' ગાતા. આ સનેડાને મણિરાજ બારોટ વિશ્વફલક પર લઈ ગયા.

મણિરાજની વાત કરવામાં આવે તેમનો સંગીત સાથેનો સંબંધ બાળપણથી રહ્યો છે. સારંગીવાદક પિતા પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો.

મણિરાજે બારોટે છ જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મોસમ તથા મલકા મહેતા પાસેથી મણિરાજના જીવનની વાત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો