કાશ્મીર : ઇન્ટરનેટ અને સમાચાર પત્ર બંધ છે ત્યારે પત્રકારોની શું પરિસ્થિતિ છે?
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જ પરત ખેંચાયો તેને લગભગ બે મહિના થઈ ગયા છે. ત્યારથી ત્યાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ છે.
જેનાથી સામાન્ય લોકોને હેરાનગતી થઈ રહી છે. પત્રકારો કાશ્મીર ખીણમાં પોતાનું કામ નથી કરી શકતા.
સુપ્રીમ કોર્ટમાં આ બાબતે અરજી પણ કરવામાં આવી હતી પરંતુ પ્રતિબંધને કારણે કાશ્મીરમાં પત્રકારોની સામે કેવી મુશ્કેલીઓ છે જુઓ શ્રીનગરથી બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાના અહેવાલમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો