નવરાત્રિનાં નવરત્ન : અવિનાશ વ્યાસ કેમ લોકભોગ્ય બન્યા?

વીડિયો કૅપ્શન, શ્યામ-સૌમિલ અને આરતી મુનશી

સંગીતકાર અવિનાશ વ્યાસે ગુજરાતી સંગીતજગતને ભજન, ફિલ્મગીત આપ્યા અને રાસ-ગરબા આપ્યા. સૌમિલ મુનશીના કહેવા પ્રમાણે, 'વ્યાસે ગુજરાતને ગાતું કર્યું.'

શ્યામલ માને છે કે 'ગુજરાતી સંગીતમાં અવિનાસ વ્યાસની લોકપ્રિયતા માટે તેમનાં સર્જનોની લોકભોગ્યતા વધુ કારણભૂત હતી.'

અવિનાશ વ્યાસ સંગીતકાર હોવા ઉપરાંત ગીતકાર પણ હતા.

શ્યામલ-સૌમિલ તથા આરતી મુનશી પાસેથી સંગીતકાર અવિનાશ વ્યાસ સાથેના અનુભવો, વાતો સાંભળો અને માણો 'રંગલો જામ્યો કાલિંદડીને ઘાટ....','રમવા મા આવોને મા અમારે મોલે...', 'તે મુરલી કાં છેડી...' જેવા ગરબા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો