નવરાત્રીનાં નવરત્ન : હેમુ ગઢવીએ 12 વર્ષની ઉંમરે કૅરિયર શરૂ કરી
હેમુદાન ગઢવીના મૃત્યુને 50 વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો હોવા છતાં તેમણે કમ્પોઝ કરેલું ગીત 'મન મોર બની થનગાટ કરે...' આજે પણ એટલું જ લોકપ્રિય છે.
જે રવિન્દ્રનાથ ટાગોરના ગાયન 'નવવર્ષા...' ઉપર આધારિત હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ટાગોરના મુખેથી એ ગાયન સાંભળ્યું હતું અને તેમના મૃત્યુ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ કર્યો હતો.
રાજકોટ પાસે ઢાંકણિયા ગામ ખાતે જન્મેલા હેમુ ગઢવીએ માત્ર 12 વર્ષની ઉંમરથી જ તેમના મામાની સાથે નાટ્યક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.
હેમુ ગઢવીએ તેમની કૅરિયરની શરૂઆત આકાશવાણીમાં તાનપુરા આર્ટિસ્ટ તરીકે કરી હતી. બાદમાં તેમણે ગાવાનું શરૂ કર્યું અને રેડિયોના માધ્યમથી ઘર-ઘર સુધી પહોંચ્યા.
ગાયક આદિત્ય ગઢવીના મુખેથી લોકગાયક હેમુ ગઢવીના જીવનની વાતો તથા 'મોરલી કાં રે વગાડી...' અને 'રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે...' જેવા ગાયનો આ વીડિયોમાં માણો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો