કાશ્મીર : કલમ 370ની નાબૂદીના છ અઠવાડિયા બાદ કેવી છે સ્થિતિ?

વીડિયો કૅપ્શન, કાશ્મીર : કલમ 370ની નાબૂદીના છ અઠવાડિયા બાદ કાશ્મીરમાં કેવી છે સ્થિતિ?

ભારત સરકારે કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કર્યો એના છ સપ્તાહ પછી પણ રાજ્યમાં તણાવ યથાવત્ છે.

મોબાઇલ ફોન-ઇન્ટરનેટ હજુ પણ બંધ છે. રાજકીય નેતાઓ નજરબંદ છે.

સુરક્ષાદળોની સંખ્યા પણ રાજ્યમાં વધી રહી છે. જ્યારે બીજી તરફ સરકારવિરોધી પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણોના બનાવો પણ બની રહ્યા છે.

આ પ્રકારની ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અને તેમનાં મૃત્યુના કારણ વિશે વિવાદ ચાલી રહ્યો છે.

આ દરમિયાન, આવી સ્થિતિનો શિકાર બનેલા પરિવારોની બીબીસીએ મુલાકાત લીધી અને રાજ્યના કેટલાક ભાગોમાં બાળકોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યાના દાવાની પણ તપાસ કરી.

આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું છે અને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જરૂર પડે તો પોતે કાશ્મીર જશે એવું પણ તેમણે કહ્યું છે.

સાથે-સાથે કોર્ટે કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદને જમ્મુ-કાશ્મીર જવાની પરવાગની આપી છે.

આ સમગ્ર સ્થિતિ પર જુઓ બીબીસી સંવાદદાતા યોગીતા લિમયેનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો