માતાનું દૂધ પૂરું પાડતી આફ્રિકાની અનોખી 'બ્રેસ્ટમિલ્ક બૅન્ક'
વિશ્વમાં માતાનાં દૂધના અભાવે દર વર્ષે આશરે 8 લાખ બાળકો મૃત્યુ પામે છે. આ બાળ-મૃત્યુદરનાં કારણોમાંથી એક કારણ હોઈ શકે છે બાળકોને માતાનું દૂધ ન મળવું.
તેવામાં હવે આ મૃત્યુદરને ઓછો કરવા માટે કેન્યામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અહીં ખુલેલી એક બ્રેસ્ટમિલ્ક બૅન્કની ઘણી માતાઓને મદદ મળી રહી છે.
આ બૅન્કના માધ્યમથી ઘણી માતાઓ એવાં બાળકો માટે દૂધનું દાન કરે છે કે જેમને માતાનું દૂધ મળતું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો