હૉંગકૉંગમાં સરકારવિરોધી પ્રદર્શન કેવી રીતે થયાં?

હૉંગકૉંગમાં જૂન મહિનામાં જ્યારથી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં છે ત્યારથી લઈને આજ સુધી 150થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રદર્શનકારીઓની એક જ માગ છે કે હાલ જે બિલને સ્થગિત કરવામાં આવ્યું છે તેને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવે. સંપૂર્ણ લોકતંત્રની આ લડતને એક મહિનો થઈ ગયો.

આવા સમયે બીબીસીએ એવા પ્રદર્શનકારીઓ સાથે વાત કરી જેમણે હૉંગકૉંગની સંસદમાં 1 જુલાઈએ થયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

તેમની વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સાબિત થઈ ગયો તો તેમને 10 વર્ષની જેલ થઈ શકે છે.

આ પ્રદર્શનકારીઓએ ઓળખ છુપાવવાની શરતે બીબીસી સાથે વાત કરી અને આ અહેવાલમાં જે અવાજ સંભળાશે એ પ્રદર્શનકારીઓનો નહીં પરંતુ અન્ય વ્યક્તિનો અવાજ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો