ઉન્નાવ બળાત્કાર પીડિતાનાં માતા બોલ્યાં- ‘અમને પણ મારી નાખવા હોય તો મારી નાખો’

વીડિયો કૅપ્શન, ઉન્નાવ બળાત્કાર પીડિતાનાં માતા બોલ્યાં- ‘અમને પણ મારી નાખવા હોય તો મારી નાખો’

“ક્યાં સુધી ડરીશું? મારી નાખવા હોય તો મારી નાખો. જ્યારે આટલા લોકોને મારી નાખ્યા છે તો અમને પણ મારી નાખો.. એમાં શું થયું?”

ઉન્નાવ બળાત્કાર કેસમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહેલાં પીડિતાનાં માતાના આ શબ્દોમાં હતાશા સ્પષ્ટ જોવા મળી રહી છે.

બીબીસીએ લખનૌની એ હૉસ્પિટલમાં પીડિતાનાં માતા સાથે મુલાકાત કરી, જ્યાં તેમની દીકરી ICUમાં વેન્ટિલેટર પર છે.

જ્યારે પીડિતાની હાલત વિશે પૂછવામાં આવ્યું તો તેમનાં માતાએ કહ્યું કે તેઓ ત્રણ દિવસથી તેમને જોઈ શક્યાં નથી.

તેમણે કહ્યું, “3 દિવસથી દીકરીને જોઈ શકી નથી. તેઓ કહે છે, હમણાં જાઓ, હમણાં મળવા નહીં દઈએ.”

પીડિતાનાં માતાએ જણાવ્યું કે જ્યારે બે દિવસ પહેલા તેમણે દીકરીને જોઈ હતી તો તેમાં કોઈ સુધારો ન હતો.

તેઓ જણાવે છે, “તેમણે આંખો ખોલી ન હતી. વાત પણ કરતી ન હતી. તો શું ખબર ઠીક થશે કે નહીં. ઇશ્વર જાણે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો