આસામમાં પૂરની ઝપેટમાં કાઝીરંગા નેશનલ પાર્કના પ્રાણીઓ
આસામમાં આવેલાં પૂરમાં બ્રહ્મપુત્રા નદીએ તેનું જોખમી સ્તર વટાવ્યું અને ધસમસતો પાણીનો પ્રવાહ કાઝીરંગા નેશનલ પાર્ક સુધી પહોંચ્યો ત્યારે 220 જેટલાં પ્રાણીઓનાં મૃત્યુ થયા હતા.
યુનેસ્કોએ જાહેર કરેલી આ વર્લ્ડ હેરિટેજ સાઈટ પર ગેંડા, હાથી, જંગલી ભેંસ, હરણ અને વાઘ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
આ પ્રાણીઓને પૂરના સમયે જીવન બચાવવા કપરો સંઘર્ષ કરવો પડ્યો હતો ત્યારે આસામના નાગોન જિલ્લાથી આ વિશે માહિતી મેળવી બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો