જ્યાં ગાર્ડ તરીકે નોકરી કરે છે, ત્યાં હવે વિદ્યાર્થી બનીને ભણશે
દિલ્હીની જેએનયૂમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રામજલ મીણા હવે અહીંના વિદ્યાર્થી બનશે.
તેમને પહેલાંથી જ ભણવાની ધગશ હતી, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓએ સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી હતી અને વધુ અભ્યાસ કરી શક્યા નહીં.
જોકે તેઓની અભ્યાસ પ્રત્યેની ધગશ ઓછી ન થઈ. પરિસરમાં તેઓ નોકરી કરતાં કરતાં પણ વાંચે છે.
રામજલ મીણા કહે છે કે તેઓ રોજના આઠ-દસ કલાક મહેનત કરે છે.
જુઓ સિંધુવાસિની, સાહિબા ખાનનો ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો