ભગવાનનો પ્રદેશ ગણતા કેરળ પર ‘વૉટર બૉમ્બ’નો ખતરો
ગત વર્ષે પૂર પછી ભગવાનનો પ્રદેશ કહેવાતા કેરળનો ચહેરો જ બદલાઈ ગયો. આ પૂરમાં 350થી વધારે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને જાનમાલનું ખૂબ મોટું નુકસાન થયું હતું.
જાણકારોનુ કહેવું છે કે આ તબાહી પાછળ ડેમનો મોટો હાથ છે જે રાજ્યમાં વહેતી 44 નદીઓ પર બનાવાયા છે.
જાણકારો માને છે કે આ ડેમ બૉમ્બ જેવા છે જે ફાટવાની તૈયારીમાં છે અને તબાહી ફેલાવી શકે છે.
તેવામાં અહીં હજુ પણ પૂર પ્રભાવિત લોકો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે અને સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યા છે.
જુઓ કેરળથી બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો