હાથીઓ કેમ બન્યા રથયાત્રામાં વિવાદનું કારણ?

આ વર્ષે રથયાત્રામાં ચાર હાથી આસામથી મગાવવાની વાતે વેગ પકડ્યો હતો, કેમ કે મંદિરના ત્રણ હાથીઓ મૃત્યુ પામતા આસામથી હાથીઓ મગાવવાની ફરજ પડી હતી.

પરંતુ તેનાથી આસામના પ્રાણી પ્રેમીઓ વચ્ચે રોષની લાગણી ઊભી થઈ હતી અને તેમણે તેનો વિરોધ કરી જાહેરહિતની અરજી કરી હતી.

તેમનું કહેવું હતું કે ગરમીના કારણે હાથીઓને મુસાફરી કરાવવી યોગ્ય નથી. મંદિર પ્રશાસને મીડિયાને જણાવ્યું હતું કે લગભગ 16 હાથી આ રથયાત્રામાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે અંદાજે 18 હાથીઓ રથયાત્રામાં જોડાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો