અફઘાન ક્રિકેટર્સની શરણાર્થી શિબિરથી વિશ્વ કપમાં સ્થાન મેળવવા સુધીની સફર

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનની સફર - શરણાર્થી શિબિરથી વિશ્વ કપમાં સ્થાન મેળવવા સુધી

વિશ્વકપ 2019માં હાલ જ બાંગ્લાદેશની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવી બધાને આશ્ચર્યમાં મુકી દીધા.

તો એની પહેલા વિશ્વ કપની ટોપ ટેનમાં સૌથી છેલ્લા નંબરે આવનારી અફઘાનિસ્તાનની ટીમે ગત વિશ્વ કપ વિજેતા ઑસ્ટ્રેલિયન ટીમ સામે હારવા છતાં સારો દેખાવ કરી સ્પર્ધામાં પોતાનું સ્થાન જાળવવા પ્રયાસ કર્યો છે.

અફઘાનિસ્તાનની ટીમના સ્ટાર ખેલાડીઓમાં રાશિદ ખાન, એચ. હસન, એન. ઝદરન જેવા નામ ઉભરી રહ્યાં છે.

પણ શું તમે જાણો છો કે એક સમયે આ અફઘાનિસ્તાનની ટીમના કેટલાંક ક્રિકેટર્સ પાકિસ્તાનના શરણાર્થી શિબિરોમાં રહેતા હતાં અને આ જ સમય હતો જ્યારે અફઘાનના લોકો ક્રિકેટ તરફ આકર્ષાયા હતાં. જોઈએ વિશ્વ કપમાં સ્થાન પામવા સુધીની સફર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો