ચૂંટણીના દાવા અને વાયદા વચ્ચે મુશ્કેલીમાં છે ડૂંગળીના ખેડૂત
તમે એક કિલો ડૂંગળીના કેટલા રૂપિયા આપી શકો? અમદાવાદમાં કદાચ 20થી 25 રૂપિયા કિલો, જ્યારે અન્ય મોટા શહેરોમાં આ જ ડૂંગળી 30થી 40 રૂપિયાની કિલો મળે છે.
પરંતુ શું તમે જાણો છો કે જે ડૂંગળી માટે તમે 20થી 40 રૂપિયા ચૂકવી રહ્યા છો એ જ ડૂંગળીની કિંમત ખેડૂતોને માંડ 50 પૈસા મળી રહી છે.
બીબીસી સંવાદદાતા સલમાન રાવિ પહોંચ્યા મધ્ય પ્રદેશના મંદસોર જિલ્લામાં. મંદસોર એ જ જિલ્લો છે જ્યાં ખેડૂતો ટેકાના ભાવને લઈને હિંસક દેખાવો કરી ચૂક્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો