તુર્કીની જેલમાંથી માસિકનાં લોહીથી ચિત્રો દોરી કૂર્દી મહિલાએ કર્યો સત્તાનો વિરોધ
ઝેહરા તુર્કીનાં છે અને તેઓ અલ્પસંખ્યક કૂર્દી મૂળનાં પત્રકાર અને ચિત્રકાર છે.
તુર્કીની સેનાનાં એક ઑપરેશન પર એક ચિત્ર બનાવવાનાં કારણે ઝેહરાને ત્રણ વર્ષ કેદમાં રહેવું પડ્યું હતું.
જોકે, કેદમાં પણ તેમણે પોતાના વાળને પીંછી બનાવી અને માસિકના લોહીને રંગ. સત્તા સામે વિરોધની આ તેમની રીત હતી.
તેમની કહાણી વર્ષ 2018માં આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની જ્યારે પ્રખ્યાત કલાકાર બૅન્કસીએ ઝેહરાને કેદમાંથી છોડાવવા માટે તેમનું ચિત્ર રજુ કર્યું હતું.
ઝેહરાએ જેલમાં રહીને એક અખબાર શરુ કર્યું અને ચિત્રો પણ બનાવ્યા.
હવે તેઓ જેલમાંથી બહાર આવી ગયાં છે પરંતુ તેમનું મન હજી જેલમાં રહેલા એમના સાથીઓ સાથે છે. આ હિંમત અને પ્રતિકારની વાત તેઓ પોતે આ રીતે કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો