એવાં મચ્છર કે જેનાં કરડવાથી બીમારી દૂર ભાગે

વીડિયો કૅપ્શન, આ મચ્છર કરડશે, તો ડેન્ગ્યૂ થશે નહીં પણ ભાગી જશે, કેવી રીતે?

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં મચ્છરોને કરડી શકે એ માટે એને ખુલ્લા મૂકી દેવામાં આવે છે. પણ મચ્છર કરડે એવું કોઈ શા માટે ઇચ્છે? તેનાથી તો ખતરનાક બીમારીઓ થવાનો ભય રહે છે.

તો વાત એવી છે કે કૉલંબિયાના મેડેલિન શહેરમાં એવાં મચ્છરો ભેગાં કરાયાં છે કે જેનાં કરડવાથી કોઈ બીમારી થવાને બદલે ઘટી જાય છે.

અહીં મચ્છરોને ખાસ પ્રકારના બૅક્ટેરિયા ધરાવતા ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેનાથી મચ્છર બીમારી ફેલાવી શકતા નથી અને ડૅન્ગ્યૂ તેમજ ઝીકા વાઇરસ જેવી બીમારીનો ખતરો ટળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો