ખુશીઓ ફેલાવતી અને મિત્રો બનાવતી કોરિયાની ‘યૉગર્ટ લેડીઝ’ કોણ છે?

વીડિયો કૅપ્શન, ખુશીઓ ફેલાવતી કોરિયાની ‘યૉગર્ટ લેડીઝ’

દક્ષિણ કોરિયામા દહીંની ડિલિવરી કરતી આ મહિલાઓ 1970થી લોકોની સેવામાં હાજર છે. તેઓ ફ્રીઝમાંથી ડાયરેક્ટ લોકોના ઘર સુધી જઈને દહીંની ડિલિવરી કરે છે.

આ યૉગર્ટ લેડીઝની ખાસ વાત એ છે કે તેઓ લોકોની એકલતા પણ દૂર કરે છે. દક્ષિણ કોરિયામાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને એ વૃદ્ધો એકલતામાં જીવતા હોવાથી ચિંતા પણ વધી છે.

તેવામાં આ યૉગર્ટ લેડીઝ એકલતા અનુભવ કરતાં લોકોને મદદ કરે છે અને તેમની સાથે વાતચીત કરી તેમની એકલતા દૂર કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો