સરકારી શૌચાલયની હાલત ખરેખર કેવી છે?

વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે સરકારે પાંચ વર્ષમાં ભારતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.

આ કામ માટે 2 ઓક્ટોબર, 2019 એટલે કે ગાંધીજીની 150મી જ્યંતીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.

એ સાચું કે મોદી સરકારના કાર્યકાળમાં શૌચાલય બનાવવાનું કામ ઝડપથી થયું છે, પણ આ મિશન જમીની સ્તરે કેવી રીતે કામ કરી રહ્યું છે, તે જાણવા બીબીસી સંવાદદાતા વિનીત ખરે ઉત્તર પ્રદેશના બુલંદશહરના એક ગામમાં ગયા, જુઓ તેમને શું જોવા મળ્યું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો