'મારી નજર સામે જ મારાં પાંચ બાળકો ટ્રેનમાં જીવતાં ભૂંજાઈ ગયાં'
સમજૌતા ટ્રેન બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ અને અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
હરિયાણાના પંચકુલામાં આવેલી NIAની સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો.
આ કેસની તપાસ NIA કરી હતી. જેને તપાસમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાનના મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સ્પ્રેસ ટ્રેનમાં 18 ફેબ્રુઆરી, 2007એ રાત્રે 11.53 કલાકે બે IED બ્લાસ્ટ થયા હતા.
આ ઘટનામાં પાકિસ્તાન અને ભારતના એમ કુલ મળીને 68 મુસાફરોનાં મોત થયાં હતાં. બ્લાસ્ટ દિલ્હીથી 80 કિલોમિટર દૂર આવેલા દિવાના રેલવે સ્ટેશન પાસે થયા હતા.
લાહોર અને અટારી વચ્ચે ચાલનારી સમજૌતા એક્સ્પ્રેસમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો સવાર હતા.
પાકિસ્તાનના ફૈસલાબાદના રાના શૌકત આ ટ્રેનમાં તેમનાં પત્ની અને પાંચ બાળકો સાથે સવાર હતા. આગ લાગતા જ તેઓ પત્ની સાથે ટ્રેનમાંથી કૂદી પડ્યા. તેમની આંખોની સામે જ તેમનાં બાળકો ટ્રેનમાં મોતને ભેટ્યાં.
બીબીસી સંવાદદાત શુમાયલા જાફરીએ તેમની સાથે વાત કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો