ઈરાક : બરફમાં કરાટે શીખતાં બાળકો

વીડિયો કૅપ્શન, ઈરાક : બરફમાં કરાટે શીખતા બાળકો

ઈરાકનું નામ આવે ત્યારે લોકોનાં મનમાં સામાન્યપણે યુદ્ધની તસવીર ઊભી થઈ જાય છે. પણ આ તસવીરો જોઈને લાગે છે કે યુદ્ધથી એકદમ અલગ પણ ઈરાકની તસવીર હોઈ શકે છે.

આ બાળકો અને યુવાનો અહીં બરફમાં કરાટે શીખી રહ્યાં છે. અહીં કરાટે શીખવાં 6 વર્ષનાં બાળકોથી માંડીને 25 વર્ષ સુધીના યુવાનો આવે છે.

તેમનો ઉદ્દેશ દુનિયાને એ સંદેશ મોકલવાનો છે કે ઈરાકમાં યુદ્ધ સિવાય પણ ઘણું બધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો