ગુજરાતમાં બેકાબૂ સ્વાઇન ફ્લૂ, રાજસ્થાન પછી સૌથી વધારે મૃત્યુ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં બેકાબૂ સ્વાઇન ફ્લૂ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ બની રહ્યું છે.

2019માં રાજસ્થાન અને ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે.

નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના આંકડા પ્રમાણે, 1 જાન્યુઆરી 2019થી 24 ફેબ્રુઆરી 2019 સુધી રાજસ્થાનમાં 137 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 88 લોકો આ બીમારીથી મૃત્યુ પામ્યા છે.

જો માત્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 2019માં 7,709 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા હતા, જેમાંથી 431 લોકો સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યાં હતાં, આવી જ રીતે 2018માં 2,164 લોકોને સ્વાઇન ફ્લૂ થયું હતું અને તેમાંથી 97 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

2019માં હજી સુધી 2,726 કેસો નોંધાયા છે, તેમાંથી 88 લોકો મોતને ભેટ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો