પીરિયડ્સના કારણે ગુજરાતમાં અધવચ્ચે શિક્ષણ છોડી દે છે કિશોરીઓ

'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાનમાં હજુ ઘણું કરવાની જરૂર છે કારણકે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સર્વેમાં ચોંકાવનારુ તથ્ય બહાર આવ્યું છે.

ગુજરાતના પ્રગતિશીલ ગણાતા અમદાવાદ જિલ્લામાં જ કિશોરીઓનો સ્કૂલનો ડ્રૉપ આઉટ રેશિયો 23.7 ટકા છે, એમાં પણ પાંચ ટકા કિશોરીઓ માસિકચક્રને કારણે શાળા છોડે છે.

આવી કિશોરીઓ માટે એક નાની પહેલ થઈ છે, પરંતુ તે અપૂરતું છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો